2 Kings 20:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હિઝકિયાએ યશાયાને કહ્યું, "તું યહોવાહનું વચન જે બોલ્યો તે સારું છે." કેમ કે તેણે વિચાર્યું કે, "હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સત્યતા કાયમ રહેશે"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હિઝકિયા રાજાએ એ સંદેશનો એવો અર્થ ઘટાવ્યો કે તેના પોતાના જીવનકાળ દરમ્યાન તો શાંતિ અને સલામતી રહેશે. તેથી તેણે પ્રત્યુત્તર પાઠવ્યો, “પ્રભુ તરફથી તેં મોકલાવેલો સંદેશ સારો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે હિઝકિયાએ યશાયાને કહ્યું, “યહોવાની જે વાત તમે બોલ્યા છો, તે સારી છે.”(વળી તેણે મનમાં વિચાર કર્યો, “મારી હયાતીમાં તો શાંતિ તથા સત્યતા રહેશે.”)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હિઝિક્યાએ કહ્યું, “તમે યહોવાનાં જે વચન સંભળાવ્યાં તે સારાં છે.” તેણે વિચાર્યુ કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સુરક્ષા કાયમ રહેશે ને?”