2 Kings 20:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ, તને તથા આ નગરને હું આશૂરના રાજાના હાથમાંથી છોડાવીશ. મારા પોતાના માટે અને મારા સેવક દાઉદના માટે હું આ નગરનું રક્ષણ કરીશ."'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તારા આયુષ્યમાં બીજાં પંદર વર્ષ વધારીશ. આશ્શૂરના સમ્રાટના હાથમાંથી તને અને આ યરુશાલેમ શહેરને બચાવીશ. મારા પોતાના સન્માનને લીધે અને મારા સેવક દાવિદને મેં આપેલા વચનને લીધે હું આ શહેરનું રક્ષણ કરીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તારા આવરદામાં પંદર વર્ષ વધારીશ. અને હું તને તથા આ નગરને આશૂરના રાજાના હાથમાંથી છોડાવીશ. અને હું મારી પોતાની ખાતર, તથા મારા સેવક દાઉદની ખાતર, આ નગરનું રક્ષણ કરીશ.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું પંદર વર્ષ તારું આયુષ્ય વધારીશ. તને અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાંથી ઉગારી લઈશ. મારી પોતાની અને મારા સેવક દાઉદને આપેલ વચન માટે હું એનું રક્ષણ કરીશ.’”