2 Kings 20:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યશાયાએ કહ્યું, "યહોવાહે જે વચન કહ્યું છે તે પૂરું કરશે, તેનું ચિહ્ન આ છે. છાંયડો દસ અંશ આગળ જાય કે, દસ અંશ પાછળ જાય?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યશાયાએ કહ્યું, “પ્રભુ પોતાનું વચન પાળશે એની સાબિતીરૂપે તે તને નિશાની આપશે. હવે તું પોતે પસંદ કર: સમયદર્શક સીડી પર છાંયડો દશ પગથિયાં આગળ જાય કે દશ પગથિયાં પાછળ જાય?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યશાયાએ કહ્યું, “યહોવાએ જે વચન કહ્યું છે તે તે પૂંરું કરશે, એની આ નિશાની તમારે માટે યહોવા તરફથી થશે: [બોલો,] છાંયડો દશ અંશ આગળ જાય કે, દશ અંશ પાછો હઠે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યશાયાએ કહ્યું, “આ એંધાણી યહોવા તરફથી આવે છે. હાં, તેમણે જેનું વચન આપ્યું હતું તે જરુર કરે છે. આ છાંયડો 10 ડગલા આગળ જાય કે 10 ડગલા પાછો જાય.”