2 Kings 21:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું સમરુનની માપદોરી તથા આહાબના કુટુંબનો ઓળંબો યરુશાલેમ પર ખેંચીશ, જેમ માણસ થાળીને સાફ કરે છે તેમ હું યરુશાલેમને સાફ કરીને ઊંધું વાળી નાખીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં જે માપ દોરીથી સમરૂનનો અને જે ઓળંબે આહાબના રાજ્યનો ન્યાય કરીને સજા કરી એ જ ધોરણે હું યરુશાલેમને સજા ફટકારીશ. જેમ કોઈ થાળી સાફ કરીને ઊંધી વાળી દે તેમ હું યરુશાલેમના લોકને સફાચટ કરી દઇશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું સમરુનની માપદોરી તથા આહાબના ઘરનો ઓળંબો યરુશાલેમ પર લંબાવીશ અને જેમ કોઈ માણસ થળી લૂછે, તેમ હું યરુશાલેમને લૂછી નાખીશ, ને તેને લૂછીને ઊંધું વાળીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું યરૂશાલેમને, સમરૂનને જે દોરીથી માપ્યું હતું તે જ દોરીથી માપીશ, અને આહાબને માટે વાપર્યો હતો તે જ ઓળંબો એને માટે પણ વાપરીશ, કોઈ માણસ થાળી સાફ કરીને ઊંધી પાડી દે, તેમ હું યરૂશાલેમને સાફ કરી નાખીશ.