2 Kings 22:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે, તેઓએ મને તજી દઈને બીજા દેવોની આગળ ધૂપ બાળ્યું છે. આ બધાં કુકર્મોથી તેઓએ મને ગુસ્સે કર્યો છે, માટે આ જગા પર મારો ગુસ્સો પ્રગટશે અને શાંત થશે નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, તેમણે મારો ત્યાગ કર્યો છે અને બીજા દેવોની આગળ બલિનું દહન કર્યું છે અને મૂર્તિઓ ઘડીને મને કોપાયમાન કર્યો છે. તેથી આ સ્થાન પર મારો રોષ ભભૂકી ઊઠયો છે અને તે શમી જશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તેઓએ પોતાના હાથનાં સર્વ કામથી મને રોષ ચઢાવવા માટે મારો ત્યાગ કર્યો છે; ને અન્ય દેવો આગળ ધૂપ બાળ્યો છે; માટે આ જગા પર મારો કોપ પ્રગટશે, ને તે હોલવાશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ એ લોકોએ મને છોડી દઈને બીજા દેવોને ધૂપ અર્પણ કરવાનું શરૂ કર્યુ છે. આ બધાં કુકર્મોથી તેમણે મને ગુસ્સે કર્યો છે; મારો રોષ આ ભૂમિ પર ભભૂકી ઊઠશે અને તે શાંત પડવાનો નથી.’