2 Kings 22:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ યહૂદિયાના રાજા જેણે તને યહોવાહની ઇચ્છા જાણવા મોકલ્યો છે, તેને એમ કહેજે, ઇઝરાયલના ઈશ્વર યહોવાહ તમે સાંભળેલી વાતો વિષે એમ કહે છે કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
‘પણ તમને મારી પાસે પૂછવા મોકલનાર યહૂદિયાના રાજાનું હૃદય તો પસ્તાવિક છે અને તેણે પોતાને મારી સમક્ષ લીન કર્યો છે. યરુશાલેમ ઉજ્જડ બની જશે અને તેના રહેવાસીઓ શાપસૂચક બની જશે એવી મારી ધમકી સાંભળીને તે તો પોતાનાં વસ્ત્ર ફાડીને રડયો છે. મેં તેની પ્રાર્થના સાંભળી છે; તેથી હું તેને કહું છું કે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ યહૂદિયાનો રાજા જેણે તમને યહોવાને પૂછવા માટે મોકલ્યા તેને તમે એવું કહેજો કે, જે વાતો તેં સાંભળી છે તે વિષે ઇઝરાયલનો ઈશ્વર યહોવા એવું કહે છે કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને જે વ્યકિતએ તમને યહોવાને પ્રશ્ર્ન કરવા મોકલ્યો છે તે યહૂદાના રાજાને તમે જઇને કહો, ‘ઇસ્રાએલના દેવ યહોવા તમે સાંભળેલી વાતો વિષે આમ કહે છે.