2 Kings 23:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે પર્વત પરની કબરો જોઈ. તેણે માણસો મોકલીને કબરોમાંથી હાડકાં બહાર કઢાવ્યાં, આ વાતો પ્રકટ કરનાર ઈશ્વરભક્તે યહોવાહનું જે વચન પોકાર્યું હતું તે પ્રમાણે તેઓને વેદી પર બાળીને તેને અશુદ્ધ કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યોશિયાએ પર્વત પર કેટલીક કબરો જોઈ; તેણે તેમાંથી હાડકાં કઢાવી મંગાવીને વેદી પર બાળ્યાં. એ રીતે તેણે વેદીને અશુદ્ધ કરી અને એમ તેણે ઘણા સમય પહેલાં ઉત્સવ દરમ્યાન યરોબામ રાજા વેદી પાસે ઊભો હતો ત્યારે ઈશ્વરભક્તે ઉચ્ચારેલી ભવિષ્યવાણી પ્રમાણે કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે ત્યાં પર્વત પરની કબરો જોઈ. તેણે માણસ મોકલીને તે કબરોમાંથી હાડકાં બહાર કઢાવ્યાં, ને આ વાતો પ્રકટ કરનાર ઈશ્વરભક્તે યહોવાનું જે વચન પોકાર્યું હતું તે પ્રમાણે, તેમને વેદી પર બાળીને તેને આશુદ્ધ કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે એક ટેકરી પર કેટલીક કબરો જોઈ, આ રીતે, જે રીતે દેવના માણસે ભવિષ્યવાણી ભાખી હતી તે પ્રમાણે જ તેણે વેદીને ષ્ટ કરી.