2 Kings 23:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે પૂછ્યું, "પેલું સ્મારક જે હું જોઉં છું તે શાનું છે?" નગરના માણસોએ તેને કહ્યું, "તે તો ઈશ્વરભક્તે યહૂદિયાથી આવીને આ કૃત્યો કે જે તમે બેથેલની વેદી વિરુદ્ધ કર્યાં છે તે પોકાર્યાં હતા, તેની કબર છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોશિયા રાજાએ આમતેમ નજર ફેરવતાં તેણે એ ભવિષ્યવાણી કરનાર સંદેશવાહકની કબર જોઈ. તેણે પૂછયું, “પેલું સ્મારક શાનું છે?” બેથેલના લોકોએ તેને કહ્યું, “એ તો તેં આ વેદીને જે કર્યું તે અંગેની ભવિષ્યવાણી ભાખનાર ઈશ્વરભક્તની કબર છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેણે પૂંછ્યું, “પેલો સ્મરણસ્તંભ જે હું જોઉં છું તે શાનો છે?” ત્યારે તે નગરના માણસોએ તેને કહ્યું, “જે ઈશ્વરભક્તે યહૂદિયામાંથી આવીને આ કૃત્યો કે જે તેં બેથેલની વેદી વિરુદ્ધ કર્યાં છે તે પોકાર્યાં હતાં, તેની કબર એ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેણે પૂછયું, “ત્યાં પેલું સ્મારક શાનું છે?” નગરના લોકોએ કહ્યું, “એ તો જે દેવના માણસ એલિયાએ યહૂદાથી આવીને તમે બેથેલની વેદીના જે હાલ કર્યા તેની અગમ વાણી ભાખી હતી તેની કબર છે.”