2 Kings 23:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી રાજા, યરુશાલેમના રહેવાસીઓ, યહૂદિયાના બધા યાજકો, પ્રબોધકો અને નાનાથી મોટા સર્વ લોકો યહોવાહના ઘરમાં ગયા. રાજાએ યહોવાહના સભાસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકનાં વચનો તેઓના સાંભળતાં વાંચ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદિયાના બધા લોકો, યરુશાલેમના રહેવાસીઓ, યજ્ઞકારો, સંદેશવાહકો અને નાનામોટા સૌની સાથે તે પ્રભુના મંદિરમાં ગયો. રાજાએ મંદિરમાંથી મળી આવેલ કરારનું આખું પુસ્તક તેમની આગળ વાંચી સંભળાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજા, તેની સાથે યહૂદિયાના સર્વ માણસો, યરુશાલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, પ્રબોધકો તથા નાનામોટા સર્વ લોક યહોવાના મંદિરમાં ચઢી ગયા; અને યહોવાના મંદિરમાંથી કરારનું જે પુસ્તક મળ્યું હતું, તેના સર્વ વચન તેણે તેમનાં સાંભળતાં વાંચ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યરૂશાલેમ અને યહૂદાના સર્વ યાજકો, પ્રબોધકો, અને નાનાથી મોટા સર્વ લોકો મંદિર આગળ ભેગા થયા. રાજાએ તેઓની આગળ મંદિરમાંથી મળી આવેલું દેવના નિયમશાસ્ત્રનું પુસ્તક પૂરેપૂરું વાચી સંભળાવ્યું.