2 Kings 23:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે યહોવાહના સભાસ્થાનમાંથી અશેરાની મૂર્તિને કાઢી લાવ્યો, યરુશાલેમની બહાર કિદ્રોનની ખીણના ખેતરોમાં તેને બાળી. તેને કૂટીને ભૂકો કરીને તે રાખ સામાન્ય લોકોની કબરો પર ફેંકી દીધી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે મંદિરમાંથી અશેરા દેવીની પ્રતિમા કઢાવી નાખી અને તેને યરુશાલેમ બહાર કિદ્રોન ખીણમાં બાળી નાખી. તેની રાખને ધૂળમાં મેળવી દઈને તેને જાહેર કબ્રસ્તાનમાં વેરી નાખી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે અશેરાને યહોવાના મંદિરમાંથી કાઢીને યરુશાલેમ બહાર કિદ્રોન નાળા પાસે લાવ્યો, ને કિદ્રોન નાળા પાસે તેને બાળી નાખી, ને તેને કૂટીને ભૂકો કરીને તે ભૂકો સાધારણ લોકોની કબરો પર નાખ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યરૂશાલેમના મંદિરમાંથી અશેરાદેવીની મૂર્તિને યરૂશાલેમની બહાર કિદ્રોનના કોતરમાં લઈ જઈને બાળીને ભસ્મ કરી નાખી અને તેની રાખ ગાઝા નજીક સામાન્ય લોકોની કબરો પર ફેંકી દીધી.