2 Kings 24:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિસરનો રાજા ત્યાર પછી કદી પોતાના દેશમાંથી હુમલો કરવા બહાર આવ્યો નહિ, કારણ બાબિલના રાજાએ મિસરના ઝરાથી ફ્રાત નદી સુધી જે કંઈ મિસરના રાજાના કબજામાં હતું તે જીતી લીધું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇજિપ્તનો રાજા અને તેનું સૈન્ય તે પછી ક્યારેય ઇજિપ્તમાંથી કૂચ કરી બહાર આવ્યું નહિ. કારણ, યુફ્રેટિસ નદીથી ઇજિપ્તની ઉત્તર સરહદ સુધીનો ઇજિપ્તનો સઘળો પ્રદેશ હવે બેબિલોનના રાજાની હકૂમત હેઠળ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિસરનો રાજા ત્યાર પછી કોઈ પણ વખત પોતાનાં દેશમાંથી ચઢી આવ્યો નહિ. કેમ કે બાબિલના રાજાએ મિસરની નદીથી તે ફ્રાત નદી સુધી જે કંઈ મિસરના રાજાને તાબે હતું તે લઈ લીધું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિસરનો રાજા ત્યાર પછી ફરી કદી પોતાના દેશમાંથી હુમલો કરવા બહાર આવ્યો નહોતો, કારણ બાબિલના રાજાએ મિસરના વહેળાથી ફ્રાત નદી સુધીનો તેના કબજા હેઠળનો પ્રદેશ પડાવી લીધો હતો.