2 Kings 25:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નગરના બાકી રહેલા લોકોને, જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેઓને રક્ષકટોળીનો સરદાર નબૂઝારદાન કેદ કરીને બાબિલમાં લઈ ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લશ્કરે યરુશાલેમની ચારે બાજુના કોટની બધી દીવાલો તોડી પાડી. અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને તેમજ ખાલદીઓને શરણે ગયેલા બધા લોકોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાકીના લોક જેઓને નગરમાં રહેવા દેવામાં આવ્યા હતા તેઓને, તથા જેઓ ફૂટી જઈને બાબિલના રાજાના પક્ષમાં જતા રહ્યા હતા તેઓને, તથા બાકીના સમુદાયને રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારદાન બંદીવાન કરીને લઈ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, અને જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને દેશવટો દીધો.