2 Kings 25:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહના સભાસ્થાનમાંના પિત્તળના સ્તંભ, જળગાડીઓ તથા પિત્તળનો હોજ અને જે બધું યહોવાહના ઘરમાં હતું તે બધું જ કાસ્દીઓએ ભાંગીને ભૂક્કો કરી નાખ્યું અને તેનું પિત્તળ તેઓ બાબિલ લઈ ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખાલદીઓએ પ્રભુના મંદિરના તાંબાના સ્તંભો, જળગાડીઓ અને જળકુંડ ભાંગી નાખ્યાં અને બધું તાંબુ બેબિલોન લઈ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાના મંદિરમાંના પિત્તળના થાંભલા, જળગાડીઓ તથા પિત્તળનાં સમુદ્રના ટુકડા કરીને કાસ્દીઓ તેમનું પિત્તળ બાબિલ લઈ ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાબિલવાસીઓએ યહોવાના મંદિરમાંના કાંસાના થાંભલા, પૈડાવાળી ઘોડીઓ અને કાંસાનો સમુદ્ર તે બધું તેમણે ભાંગી નાખ્યું અને કાંસુ બાબિલ લઈ ગયા.