2 Kings 25:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર પછી તેણે નગરમાંથી સૈનિકોના ઉપરી અધિકારીને, નગરમાંથી મળી આવેલા રાજાના પાંચ સલાહકારોને કેદ કરી લીધા. વળી તે સૈન્યમાં ભરતી કરનાર રાજાના સૈન્યના અધિકારીને પણ કેદ કરીને લઈ ગયો. દેશના સાઠ માણસો જેઓ નગરમાંથી મળ્યા હતા તેઓને પણ પોતાની સાથે લીધા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે નગરમાંથી સેનાપતિને, નગરમાં ઉપસ્થિત રાજાના પાંચ અંગત સલાહકારોને, લશ્કરી ભરતીનું કામ કરનાર સેનાનાયકને અને નગરના જમીનદાર વર્ગના અગ્રગણ્ય સાઠ માણસોને પણ પકડી લીધા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે નગરમાંથી લશ્કરી સિપાઈઓના ઉપરી અમલદાટને, રાજાની હજૂરમાં રહેનારાઓમાંના પાંચ માણસો જેઓ નગરમાં મળ્યા તેઓને, દેશના લોકોની હાજરી લેનાર સેનાપતિના ચિટનીસને, તથા દેશના લોકોમાંથી નગરમાં મળેલા સાઠ માણસોને પોતાની સાથે લીધા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી તેણે નગરમાંથી લશ્કરના વડા અમલદારને, નગરમાંથી મળી આવેલા રાજાના પાંચ સલાહકારોને, સેનાપતિના લશ્કરની ભરતી અને તાલીમનું કામ સંભાળનાર મંત્રીને, તેમજ પ્રદેશના 60 સામાન્ય લોકોને, જેઓ નગર માંથી મળ્યા હતાં તેમને સાથે લીધા.