2 Kings 25:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓની અને તેઓના માણસોની સામે ગદાલ્યાએ પ્રતિજ્ઞા લઈને કહ્યું કે, "કાસ્દીઓના અધિકારીઓથી ડરશો નહિ. દેશમાં રહો અને બાબિલના રાજાના નિયંત્રણમાં રહો, એટલે તે તમારી સાથે ભલાઈથી વર્તશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગદાલ્યાએ તેમને શપથપૂર્વક કહ્યું, “હું તમને ખાતરીપૂર્વક જણાવું છું કે ખાલદીઓના અમલદારોથી તમારે ડરવાની કંઈ જરૂર નથી. આ દેશમાં જ વસો, બેબિલોનના રાજાની સેવા કરો એટલે, તમારું હિત થશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગદાલ્યાએ તેઓ આગળ તથા તેઓના માણસો આગળ સમ ખાઈને તેઓને કહ્યું, કાસ્દીઓના ચાકરોથી બીશો નહિ. દેશમાં વસો, ને બાબિલના રાજાને તાબે રહો, તેથી તમારું હિત થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમની અને તેમના માણસોની સામે ગદાલ્યાએ વચન આપીને કહ્યું કે, “બાબિલવાસીઓથી ડરશો નહિ, દેશમાં શાંતિથી રહો અને બાબિલના રાજાનું પ્રભુત્વ સ્વીકારો, એટલે તે તમારી પ્રત્યે સારો રહેશે.”