2 Kings 3:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોશાફાટે કહ્યું, "યહોવાહનું વચન તેની પાસે છે." તેથી ઇઝરાયલનો રાજા યહોશાફાટ તથા અદોમનો રાજા તેની પાસે ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહોશાફાટ રાજાએ કહ્યું, “તેની પાસે સાચે જ પ્રભુનો સંદેશ હોય છે.” તેથી ઇઝરાયલનો રાજા, યહૂદિયાનો રાજા અને અદોમનો રાજા એલિશા પાસે ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોશાફાટે કહ્યું, “એની પાસે યહોવાનું વચન છે.” તે પરથી ઇઝરાયલનો રાજા, ને યહોશાફાટ, તથા અદોમનો રાજા એની પાસે ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદાના રાજાએ કહ્યું, “યહોવા તેના દ્વારા બોલે છે.” આથી ઇસ્રાએલનો રાજા, યહોશાફાટ અને અદોમનો રાજા તેની પાસે ગયા.