2 Kings 3:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મોઆબના રાજાએ પોતાના જ્યેષ્ઠ દીકરાનું બલિદાન ચઢાવ્યું જેના કારણે ઇઝરાયલીઓ ભયભીત થઈને પોતાનાં દેશમાં ચાલ્યા ગયાં. તેથી ઇઝરાયલ પર ઈશ્વરને ક્રોધ ચઢ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેણે પોતાનો જયેષ્ઠપુત્ર જે તેના પછી રાજા થનાર હતો તેનું નગરની દીવાલ પર બલિદાન ચઢાવ્યું. ઇઝરાયલીઓએ એથી ભયભીત થઈને નગરમાંથી પીછેહઠ કરી અને પોતાના દેશમાં પાછા ફર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેણે પોતાનો વડો દીકરો, જે તેને સ્થાને રાજા થવાનો હતો, તેને લઈને દહનીયાર્પણ તરીકે કોટ પર તેનું બલિદાન આપ્યું. એથી ઇઝરાયલ પર [ઈશ્વરને] બહુ ક્રોધ ચઢ્યો; અને તેઓ તેની પાસેથી ચાલી નીકળીને પોતાના દેશમાં પાછા ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મોઆબના રાજાએ તેના પછી તેનો જયે પુત્ર જે રાજા થવાનો હતો તેને લઇને નગરના કોટ પર તેનું બલિદાન ચઢાવ્યું, આથી ઇસ્રાએલીઓ એટલા તો બેબાકળા બની ગયા કે, તેઓએ પીછે હઠ કરીને પોતાને દેશ પાછા ચાલ્યા ગયા.