2 Kings 3:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો. અને તે ઇઝરાયલના રાજાને એક લાખ ઘેટાંનું અને એક લાખ હલવાનનું ઊન ખંડણી તરીકે આપતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો અને તે ઇઝરાયલના રાજાને પ્રતિ વર્ષે ખંડણી પેટે એક લાખ હલવાન અને એક લાખ ઘેટાંનું ઊન આપતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે મોઆબનો રાજા મેશા ઘેટાંનો માલિક હતો. અને તે ઇઝરાયલના રાજાને એક લાખ હલવાનનું તથા એક લાખ ઘેટાંનું ઊન ખંડણી દાખલ આપતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો, અને તે ઇસ્રાએલના રાજાને નિયમિત એક લાખ ઘેટાંનાં બચ્ચાં અને એક લાખ ઘેટાનું ઊન વસુલીરૂપે આપતો હતો.