2 Kings 4:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગેહઝી તેઓના કરતાં વહેલો પહોંચી ગયો હતો. તેણે બાળકના મુખ પર લાકડી મૂકી, પણ બાળક કશું બોલ્યો નહિ કે સાંભળ્યું નહિ. તેથી ગેહઝી તેને મળવા આવ્યો અને કહ્યું, "બાળક હજુ જાગ્યો નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગેહઝી આગળ ગયો અને છોકરા પર એલિશાની લાકડી ધરી રાખી, પણ ન તો કંઈ અવાજ થયો કે ન તો જીવ આવ્યાનો બીજો કોઈ સંકેત મળ્યો. તેથી તે એલિશા પાસે પાછો ફર્યો અને કહ્યું, “છોકરો જીવતો થયો નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગેહઝી તેમની આગળ ચાલ્યો ગયો, ને છોકરાના મોં પર લાકડી મૂકી, પણ નહિ કંઈ વાણી કે નહિ કંઈ ધ્યાન. માટે તેને મળવા પાછો આવીને તેણે ઈશ્વરભક્તને એવી ખબર આપી, “છોકરો જાગૃત થયો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગેહઝીને તે લોકો કરતાં વહેલાં પહોંચી જઈને લાકડી છોકરાના મોં પર મૂકી, પણ જીવનાં કોઈ લક્ષણ જણાયાં નહિ, આથી તેણે પાછા જઈ એલિશાને જણાવ્યું કે, “છોકરો, હજુ જાગ્યો નથી.”