2 Kings 4:38 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે સમયે તે દેશમાં દુકાળ હતો. અને પ્રબોધકોના દીકરાઓ તેની આગળ બેઠા હતા. ત્યારે તેણે પોતાના ચાકરને કહ્યું, "એક મોટું તપેલું અગ્નિ પર ચઢાવીને પ્રબોધકોના દીકરાઓ માટે રસાવાળું શાક બનાવ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એકવાર આખા દેશમાં દુકાળ હતો ત્યારે એલિશા ગિલ્ગાલ આવ્યો. તે સંદેશવાહકોના સંઘને શિક્ષણ આપી રહ્યો હતો ત્યારે તેણે તેના નોકરને આગ પર મોટું તપેલું મૂકી તેમને માટે થોડું માંસ બાફીને સેરવો બનાવવા કહ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે વખતે દેશમાં મોંઘવારી હતી. પ્રબોધકોના પુત્રો તેની આગળ બેઠેલા હતા. અને તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું સેરવાવાળું શાક રાંધ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલિશા ગિલ્ગાલ પાછો ફર્યો. તે સમયે ત્યાં મોંધવારી હતી. એક દિવસ જ્યારે પ્રબોધકોનો સમૂહ તેની પાસે બેઠા હતા; ત્યારે તેણે પોતાના નોકરને કહ્યું, “એક મોટું તપેલું અગ્નિ પર ચઢાવીને પ્રબોધકોના સમૂહ માંટે માંસની વાનગી રાંધવા માંટે મૂકો.”