2 Kings 4:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓમાંથી એક જણ ખેતરમાં શાકભાજી લેવા માટે ગયો. તેણે એક જંગલી વેલો જોયો, તે પરથી તેણે દૂધી તોડીને પોતાના ઝભ્ભામાં ખોળો ભરીને દૂધી ભેગી કરી. તેઓએ તેને કાપીને તે રસાવાળા શાકમાં નાખી. જો કે તેઓ તે જંગલી કડવી દૂધીને ઓળખતા નહોતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓમાંથી એક જણ ખેતરોમાંથી કંઈક છોડપાન લેવા ગયો. તેને એક જંગલી વેલો મળી ગયો અને તેણે પોતાના ઉપરણામાં સમાય તેટલાં ઇંદ્રવરણાં તોડી લીધાં. પછી તે લાવીને એ શું છે તે જાણ્યા વિના સેરવામાં નાખ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક જણ શાકપાંદડું વીણવા માટે સીમમાં ગયો. તેણે એક જંગલી વેલો જોયો, ને તે પરથી તેણે ખોળો ભરીને જંગલી ઈંદ્રવરણાં વીણ્યાં. પછી તેણે આવીને તે શાકના તપેલામાં મોળી નાખ્યાં; કેમ કે તેઓ તે ઓળખતા ન હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક જણ ખેતરમાં શાકપાંદડું ભેગા કરવા ગયો ત્યાં તેણે એક જંગલી વેલામાંથી તેના ગોળ નાના ફળ તોડીને માંસની વાનગી રંધાતી હતી તેમાં નાખ્યાં. પણ તેઓ આને ઓળખતા નહોતા.