2 Kings 4:43 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના ચાકરે કહ્યું, "શું, હું આ સો માણસોની આગળ મૂકું?" પણ એલિશાએ કહ્યું, "તું આ લોકોને આપ કે તેઓ ખાય, કેમ કે યહોવાહ એવું કહે છે, 'તેઓ ખાશે તોપણ તેમાંથી વધશે.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેણે કહ્યું, “આ કંઈ સો માણસોને બસ થાય તેટલો ખોરાક નથી.” એલિશાએ જવાબ આપ્યો, “તેમને તેમાંથી પીરસવા માંડ; કારણ, પ્રભુ કહે છે કે તેઓ ખાશે તોય થોડું વધશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના ચાકરે કહ્યું, “શું હું આ સો માણસોની આગળ મૂકું?” પણ તેણે કહ્યું, “લોકોને આપ કે તેઓ ખાય, કેમ કે યહોવા એમ કહે છે, ‘તેઓ ખાઇ રહેશે તોયે તેમાંથી પડ્યું રહેશે.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ તેના નોકરે કહ્યું, “સો માંણસોને હું આ શી રીતે પીરસું?” છતાં એલિશાએ કહ્યું, “તું તારે લોકોને પીરસી દે. આ યહોવાનાં વચન છે; ‘એ લોકો ખાઈ રહેશે અને વધશે પણ ખરું.’”