2 Kings 4:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે બધાં વાસણો ભરાઈ ગયાં ત્યારે તેણે તેના દીકરાઓને કહ્યું, "મારી પાસે બીજાં વાસણો લાવો." પણ દીકરાએ કહ્યું, "હવે બીજું એક પણ વાસણ નથી." એટલે તેલ પડતું બંધ થયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બધી બરણીઓ ભરાઈ ગયા પછી તેણે પૂછયું કે, “હવે કોઈ બરણી બાકી છે?” તેના એક પુત્રે કહ્યું, “એ છેલ્લી બરણી હતી.” અને ઓલિવ તેલ વહેતું બંધ થયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વાસણો ભરાઈ રહ્યાં ત્યારે એમ થયું કે તેણે પોતાના દીકરાને કહ્યું, “મારી પાસે હજી બીજું વાસણ લાવ.” દીકરાએ કહ્યું, “હવે બીજું એકે વાસણ નથી.” એટલે તેલ બંધ પડ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે બધી બરણીઓ ભરાઈ ગઈ ત્યારે તેણે બાળકોને કહ્યું, “મને બીજી બરણી આપ.” ત્યારે તેણે કહ્યું, “હવે બરણી રહી નથી.” એટલે તેલ વહેતું બંધ થઈ ગયું!