2 Kings 5:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર પછી નામાન પોતાની આખી ટુકડી સાથે ઈશ્વરભક્ત એલિશા પાસે પાછો જઈને તેની આગળ ઊભો રહ્યો. તેણે કહ્યું, "જો, હવે મને ખાતરી થઈ કે ઇઝરાયલ સિવાય આખી પૃથ્વી પર બીજે ક્યાંય ઈશ્વર નથી. તો હવે કૃપા કરીને, આ તારા સેવક પાસેથી ભેટ લે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પોતાના સઘળા રસાલા સાથે ઈશ્વરભક્ત એલિશા પાસે પાછો ફર્યો અને કહ્યું, “હવે હું જાણું છું કે ઇઝરાયલના ઈશ્વર સિવાય કોઈ ઈશ્વર નથી. તેથી કૃપા કરી મારી ભેટ સ્વીકારો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પોતાના આખા રસાલા સહિત ઈશ્વરભક્ત પાસે પાછો આવ્યો, ને આવીને તેની આગળ ઊભો રહ્યો. અને તેણે કહ્યું, “હવે, મને ખાતરી થઈ છે કે, કેવળ ઇઝરાયલમાં ઈશ્વર છે, તે સિવાય આખી પૃથ્વી પર બીજે કયાંય નથી. તો હવે કૃપા કરીને તમારા સેવક પાસેથી બક્ષિસ લો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી તે પોતાના આખા રસાલા સાથે દેવભકત એલિશા પાસે પાછો જઈ તેમની સામે ઊભો રહીને બોલ્યો, “હવે મને ખાતરી થઈ કે; ઇસ્રાએલ સિવાય પૃથ્વી પર કયાંય દેવ નથી; હવે આપ આ સેવકની એક ભેટ સ્વીકારવાની કૃપા કરો.”