2 Kings 5:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે નામાને કહ્યું, "જો ના લો, તો કૃપા કરી તમારા ચાકરને એટલે કે મને બે ખચ્ચરના બોજા જેટલી માટી અપાવ, કેમ કે, હું હવેથી યહોવાહ સિવાય બીજા કોઈ દેવને દહનીયાર્પણ કે યજ્ઞ ચઢાવીશ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી નામાને કહ્યું, “તમે મારી ભેટ ન સ્વીકારો તો મને મારે ઘેર લઈ જવા બે ગધેડાં ભાર માટી આપો, કારણ, હું હવે યાહવે સિવાય અન્ય કોઈ દેવને બલિદાનો કે દહન-બલિ ચઢાવીશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને નામાને કહ્યું, “જો ન [લો] તોપણ કૃપા કરીને મને બે ખચ્ચરના બોજા જેટલી મટોડી અપાવો; કેમ કે હું હવે પછી યહોવા સિવાય બીજા કોઈ દેવને દહનીયાર્પણ કે યજ્ઞ ચઢાવીશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે નામાંન બોલ્યો, “આપ ના જ પાડો છો તો આ સેવકને બે ખચ્ચર માંટી આપો, કારણ, હું હવે યહોવા સિવાય બીજા કોઈ દેવને દહનાર્પણ કે યજ્ઞો ચડાવવાનો નથી.