2 Kings 5:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ગેહઝી નામાનની પાછળ ગયો. નામાને કોઈને તેની પાછળ દોડતો આવતો જોયો, ત્યારે તે તેને મળવા પોતાના રથ પરથી ઊતર્યો અને તેને પૂછ્યું, "બધું ક્ષેમકુશળ છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તે નામાન પાછળ ઉપડયો. નામાન પોતાની પાછળ માણસને દોડતો આવતો જોઈને તેને મળવા રથમાંથી ઊતરી પડયો અને તેને પૂછયું, “બધું ક્ષેમકુશળ છે ને?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[એમ કહીને] ગેહઝી નામાનની પાછળ ગયો. નામાને કોઈને પોતાની પાછળ દોડતો જોયો ત્યારે તે તેને મળવા પોતાના રથમાંથી ઊતર્યો, ને તેને પૂછયું, “સર્વ ક્ષેમકુશળ છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એમ વિચારીને ગેહઝીએ નામાંનની પાછળ દોડતો નીકળી પડયો. જયારે નામાંને તેને પોતાની પાછળ દોડતો જોયો ત્યારે તે રથમાંથી તેને મળવા કૂદી પડયો અને બોલ્યો, “બધું કુશળ તો છે ને?”