2 Kings 5:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નામાને કહ્યું, "હું તને બે તાલંત ચાંદી ખુશીથી આપું છું." આ રીતે નામાને તેને આગ્રહ કરીને બે તાલંત ચાંદી અને બે જોડ વસ્ત્ર બે થેલીમાં બાંધીને તેના બે ચાકરોના માથે ચઢાવ્યાં, તેઓ તે ઊંચકીને ગેહઝીની આગળ ચાલવા લાગ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નામાને જવાબ આપ્યો, “કૃપયા ચાંદીના છ હજાર સિક્કા લો.” તેણે તે લેવા આગ્રહ કર્યો અને ચાંદીના બે પોટલાં બંધાવીને મુલાયમ વસ્ત્રોની બે જોડ લઈને તેના બે નોકરો ગેહઝીની સાથે આગળ મોકલ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નામાને કહ્યું, “ખુશીથી બે તાલંત લે.” નામાને તેને આગ્રહ કરીને બે તાલંત રૂપું તથા બે જોડ વસ્ત્ર બે થેલીમાં બાંધીને પોતાના બે ચાકરોને માથે તે ચઢાવી; અને તેઓ તે ઊંચકીને તેની આગળ ચાલ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નામાંને કહ્યું, “જરૂર; ખુશીથી 68 કિલો લઈ જાઓ.” આ રીતે નામાંને તેને ખૂબ કિંમતી એવાં બે જોડ વસ્ત્રો આપ્યાં, અને બે થેલામાં લગભગ 68 કિલો ચાંદી આપી તે તેણે તેના નોકરોના માંથે ચઢાવી; અને તેઓ ગેહઝીએની આગળ ચાલવા લાગ્યા.