2 Kings 6:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી એલિશાએ અરામીઓને કહ્યું, "તે માર્ગ આ નથી, તે નગર પણ આ નથી. પણ મારી પાછળ આવો અને જે માણસને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ." પછી તે તેઓને સમરુન લઈ ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એલિશાએ તેમની પાસે જઈને કહ્યું, “તમે અવળે માર્ગે ચડી ગયા છો. તમે શોધો છે તે નગર આ નથી. મારી પાછળ આવો એટલે તમે જેની શોધમાં છો તે માણસ પાસે હું તમને લઈ જઉં.” અને તે તેમને સમરૂન લઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી એલિશાએ તેમને કહ્યું, “તે માર્ગ આ નહિ, ને તે નગર પણ આ નહિ; મારી પાછળ ચાલો, એટલે જે માણસને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેમને સમરુન લઈ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી એલિશાએ તેમને કહ્યું, “તમે ખોટા રસ્તા પર છો. આ ખરું નગર નથી. તમે માંરી પાછળ આવો તમે જેને શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેમને સમરૂન પાસે દોરી ગયો.