2 Kings 6:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તેઓ સમરુન આવી પહોંચ્યા ત્યારે એમ થયું કે એલિશાએ કહ્યું, "હે યહોવાહ, આ માણસોની આંખો ઉઘાડો કે તેઓ જુએ." પછી યહોવાહે તેઓની આંખો ઉઘાડી અને તેઓએ જોયું, તો જુઓ, તેઓ સમરુન શહેરના મધ્ય ભાગમાં હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ નગરમાં પ્રવેશ્યા કે એલિશાએ પ્રાર્થના કરી, “પ્રભુ, તેમની આંખો ખોલો અને તેમને દેખતા કરો.” પ્રભુએ તેની પ્રાર્થના સાંભળીને તેમને તેમની દૃષ્ટિ પાછી આપી. તેમણે જોયું કે તેઓ તો સમરૂનમાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ સમરુનમાં પહોંચ્યા ત્યારે એમ થયું કે એલિશાએ કહ્યું, “હે યહોવા, આ માણસોની આંખો ઉઘાડો કે, તેઓ જુએ.” એટલે યહોવાએ તેઓની આંખો ઉઘાડી. તેઓએ જોયું કે, અમે તો સમરુનમાં આવેલા છીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ જ્યારે ત્યાં આવી પહોંચ્યા ત્યારે તરત જ એલિશાએ પ્રાર્થના કરી, “હે યહોવા, હવે તેઓની આંખો ઉઘાડો અને તેઓને જોવા દો.” પછી યહોવાએ તેઓની આંખો ઉઘાડી. તેઓએ જોયું કે તેઓ બરાબર ઇસ્રાએલના પાટનગર સમરૂનની વચ્ચોવચ છે.