2 Kings 7:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે તેઓએ આવીને નગરના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, "અમે અરામીઓની છાવણીએ ગયા હતા, પણ ત્યાં કોઈ ન હતું, કોઈનો અવાજ ન હતો, ફક્ત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતા, તંબૂઓ પણ જેમના તેમ ખાલી હતા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેઓ અરામીઓની છાવણીમાંથી સમરૂન પાછા ગયા અને દરવાનોને બૂમ પાડી બોલાવ્યા: “અમે અરામીઓની છાવણીમાં ગયા હતા તો ત્યાં કોઈ નહોતું; ઘોડા અને ગધેડાં બાંધેલાં છે અને અરામીઓ તંબૂઓ યથાવત્ છોડી જતા રહ્યા છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેઓએ આવીને નગરના દરવાનને હાંક મારી; અને કોઢિયાઓએ તેને કહ્યું, “અમે અરામીઓની છાવણીમાં ગયા હતા, તો ત્યાં કોઈ માણસ ન હતો, ને કોઈ માણસનો અવાજ પણ [સંભળાતો] ન હતો. પણ ઘોડા બાંધી મૂકેલા તથા ગધેડાં બાંધી મૂકેલાં, ને તંબુ જેમ ને તેમ હતા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તેઓ ગયા, અને નગરના દરવાજાના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, “અમે અરામીઓની છાવણીએ ગયા હતા, ત્યાં કોઈ માણસો ન હતાં કે ન હતો કશો અવાજ, ફકત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતાં, અને તંબૂઓ જેમના તેમ ઊભા હતા.”