2 Kings 7:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે રાજાએ રાત્રે ઊઠીને પોતાના ચાકરોને કહ્યું, "અરામીઓએ આપણને શું કર્યું છે તે હું તમને કહીશ. તે લોકો જાણે છે કે આપણે ભૂખ્યા છીએ, તેથી તેઓ છાવણી છોડીને ખેતરમાં સંતાઈ ગયા હશે. તેઓ વિચારતા હતા કે, 'જયારે તેઓ નગરમાંથી બહાર આવશે ત્યારે આપણે તેઓને જીવતા પકડી લઈને નગરમાં જતા રહીશું.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હજી તો રાત હતી પણ રાજાએ પથારીમાંથી જાગી ઊઠીને પોતાના અમલદારોને કહ્યું, “અરામીઓએ કેવો વ્યૂહ રચ્યો છે તે સમજો. તેમને અહીંના દુકાળની ખબર છે, તેથી તેઓ પોતાની છાવણી મૂકીને પહાડીપ્રદેશમાં સંતાઈ રહ્યા છે. તેમની ધારણા છે કે આપણે ખોરાક મેળવવા બહાર જઈશું અને પછી તેઓ આપણને જીવતા જ પકડી લેશે અને નગર કબજે કરી લેશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ રાત્રે ઊઠીને પોતાના ચાકરોને કહ્યું, “અરામીઓએ આપણને શું કર્યું છે તે હું હવે તમને સમજાવીશ. તેઓ જાણે છે કે આપણે ભૂખ્યા છીએ, માટે તેઓ નગરમાંથી નીકળશે એટલે આપણે તેમને જીવતા પકડી લઈને નગરમાં પેસી જઈશું, એમ કહીને તેઓ છાવણીમાંથી નીકળીને સીમમાં સંતાઈ રહ્યા હશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હજી તો અંધારું હતું ત્યાં જ ઊઠીને રાજાએ પોતાના અમલદારોને કહ્યું, “અરામીઓએ શું કર્યુ છે તે હું તમને કહું છું, તે લોકો જાણે છે કે આપણે ભૂખે મરીએ છીએ, આથી તેઓ છાવણી છોડીને વગડામાં સંતાઈ ગયા છે. તેમણે એમ ધાર્યુ છે કે, ‘એ લોકો શહેરમાંથી બહાર આવશે એટલે આપણે તેમને જીવતા પકડી લઈશું અને શહેરમાં દાખલ થઈ જઈશું.’”