2 Kings 7:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે એ સરદારે ઈશ્વરભક્તને કહ્યું, "જો, યહોવાહ આકાશમાં બારીઓ કરે, તોપણ શું આ બાબત બની શકે ખરી?" એલિશાએ કહ્યું હતું, "જો, તું તે તારી પોતાની આંખે જોશે, પણ એમાંનું કશું ખાવા પામશે નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો એ અધિકારીએ જવાબ આપ્યો હતો, “પ્રભુ અત્યારે જ આકાશમાંથી વરસાદ વરસાવે તોય એવું બને ખરું?” અને ઈશ્વરભક્ત એલિશાએ જવાબ આપ્યો હતો, “એવું બનેલું તું જોશે, પણ તું એ ખોરાકમાંથી ખાવા પામશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે સરદારે ઈશ્વરભક્તને ઉત્તર આપ્યો હતો, ‘હવે જો, યહોવા આકાશમાં બારીઓ કરે, તોપણ શું એ વાત બની શકે?’ ત્યારે ઈશ્વરભક્તે કહ્યું હતું, ‘જો, તું તે તારી આંખે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ;’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે એ અમલદારે કહ્યું હતું કે, “યહોવા આકાશમાં બારીઓ પાડે તો પણ આ સાચું પડે એમ છે ખરું?” અને એલિશાએ જવાબ આપ્યો હતો કે, “તું તારી સગી આંખે એ જોવા પામશે. જો કે એમાનું કશું તું ખાવા નહિ પામે.”