2 Kings 7:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો તેણે ઈશ્વરભક્તને કહ્યું, "જો, યહોવાહ આકાશમાં બારીઓ કરે તો પણ શું આ વાત શક્ય છે ખરી?" એલિશાએ કહ્યું, "જો, તું તે તારી આંખોથી જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાના અંગરક્ષકે ઈશ્વરભક્ત એલિશાને કહ્યું, “પ્રભુ અત્યારે જ આકાશમાંથી વરસાદ વરસાવે તોય તેવું બને ખરું?” એલિશાએ જવાબ આપ્યો, “એવું બનેલું તું જોશે પણ તું પોતે એ ખોરાક ખાવા પામશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેણે ઈશ્વરભક્તને ઉત્તર આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તોપણ એ વાત બની શકે શું?” અને એલિશાએ કહ્યું, “જો, તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે રાજાના અંગત મદદનીશે દેવના માણસ એલિશાને જવાબ આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ એ વાત બની શકે શું?” અને તેણે કહ્યું કે, “જો તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”