2 Kings 7:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો આપણે નગરમાં જવાનું કરીએ તો નગરમાં દુકાળ છે, આપણે ત્યાં મરી જઈશું. જો આપણે અહીં રહીએ તોપણ આપણે મરી જઈશું. તો હવે ચાલો, આપણે અરામીઓની છાવણીમાં ચાલ્યા જઈએ. જો તેઓ આપણને જીવતા રહેવા દેશે, તો આપણે જીવતા રહીશું, જો તેઓ આપણને મારી નાખશે, તો આપણે મરી જઈશું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નગરમાં જવાનો કોઈ અર્થ નથી, કારણ, ત્યાં ભૂખે મરવું પડશે; અને અહીં રોકાઈ રહીએ તોય મરવાના છીએ. તેથી ચાલો, અરામીઓની છાવણીમાં જઈએ. તેઓ આપણને મારી ન નાખે, તો આપણે જીવતા રહીશું; વળી, કદાચ મારી નાખે તો ય શું? કારણ, આમે ય આપણે મરવાના તો છીએ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો આપણે કહીએ કે, [ચાલો] નગરમાં જઈએ, તો નગરમાં દુકાળ છે, ને ત્યાં આપણે મરી જઈએ. અને જો છાનામાના અહીં બેસી રહીએ, તોપણ મરી જઈએ. માટે હવે ચાલો, આપણે અરામીઓની છાવણીમાં જઈને પડીએ. જો તેઓ આપણને જીવતા રહેવા દેશે, તો આપણે જીવતા રહીશું. અને જો તેઓ આપણને મારી નાખશે, તો પછી મરવાનું તો છે જ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો આપણે શહેરમાં જવાનો વિચાર કરીએ તો ત્યાં ભૂખમરો છે, અને આપણે મરી જઈશું. જો આપણે અહીં રહીએ છીએ તો ય આપણું મોત નિશ્ચિત છે, તો ચાલો, આપણે અરામીઓની છાવણીમાં ચાલ્યા જઈએ; તેઓ જો આપણને જીવતદાન આપશે, તો આપણે જીવી જઈશું, અને મારી નાખશે તોયે શું, મરી જઈશું!”