2 Kings 7:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે કુષ્ઠ રોગીઓ છાવણીની હદમા આવ્યા ત્યારે તેઓએ એક તંબુમાં જઈને ત્યાં ખાધું-પીધું, વળી ત્યાંથી સોનું, ચાંદી અને વસ્ત્રો લઈ જઈને તે સંતાડી દીધું. પછી તેઓ પાછા આવીને બીજા તંબુમાં ગયા, ત્યાંથી પણ લૂંટી લઈને બધું સંતાડી દીધું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ચાર રક્તપિત્તિયા છાવણીને છેડે પહોંચ્યા અને એક તંબૂમાં જઈ ત્યાં જે હતું તે ખાધુંપીધું અને ચાંદી, સોનું, વસ્ત્રો અને જે કંઈ મળ્યું તે લૂંટી લીધું અને તેમને સંતાડી દીધું, પછી પાછા આવીને તેમણે બીજા તંબૂમાં પ્રવેશીને પણ એમ જ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પેલા કોઢિયા છાવણીની સરહદ પર આવ્યા ત્યારે એક તંબુમાં પેસીને તેઓએ ખાધુંપીધું, ને ત્યાંથી રૂપું, સોનું તથા વસ્ત્રો લઈ જઈને તે સંતાડ્યાં. પછી પાછા આવીને તેઓ બીજા તંબુમાં ગયા, ને ત્યાંથી પણ લઈ લીધું ને જઈને તે સંતાડ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રકતપિત્તના રોગીઓ છાવણીમાં પહોંચીને એક તંબુમાથી બીજા તંબુમાં ગયા, ત્યાં તેઓએ ખાધું-પીધું, વળી તેઓને સોનું ચાંદી અને વસ્ત્રો જે મળ્યું તે લઇ લીધું અને તેને સંતાડી દીધું.