2 Kings 8:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી હઝાએલ શરમાઈ ગયો. એલિશા તેની સામે જોઈ રહ્યો, હઝાએલ એટલો બધો શરમિંદો પડ્યો કે ઈશ્વરભક્ત રડી પડયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ઈશ્વરભક્ત એલિશા તેની સામે એકીટશે તાકી રહ્યો, એટલે સુધી કે હઝાએલ અસ્વસ્થ થઈ ગયો. પછી ઈશ્વરભક્ત એલિશા એકાએક ચોધાર આંસુએ રડી પડયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એ એકી નજરે [હઝાએલની સામું] જોઈ રહ્યો, એટલે સુધી કે તે શરમાઈ ગયો; અને ઈશ્વરભક્ત રડી પડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી એલિશા તેની સામે જ્યાં સુધી તે ક્ષોભ પામ્યો ત્યાં સુધી અનિમેષ ષ્ટિથી જોતો રહ્યો પછી દેવનો માણસ રડી પડયો.