2 Kings 8:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી હઝાએલ એલિશા પાસેથી રવાના થઈને પોતાના માલિક પાસે આવ્યો. તેણે તેને પૂછ્યું, "એલિશાએ તને શું કહ્યું?" તેણે જવાબ આપ્યો, "તેણે મને કહ્યું તું નિશ્ચે સાજો થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હઝાએલ બેનહદાદ પાસે પાછો ગયો એટલે તેણે પૂછયું, “એલિશાએ શું કહ્યું?” હઝાએલે જવાબ આપ્યો, “તેમણે મને કહ્યું કે તમે જરૂર સાજા થશો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી હઝાએલ એલિશા પાસેથી વિદાય થઈને પોતાના ધણી પાસે આવ્યો. રાજાએ તેને પૂછ્યું, “એલિશાએ તને શું કહ્યું?” તેણે ઉત્તર આપ્યો, “તેમણે મને કહ્યું કે, ‘તમે નક્કી સાજા થશો.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હઝાએલ એલિશા પાસેથી નીકળીને પાછો પોતાના રાજા પાસે આવ્યો. તેણે તેને પૂછયું, “એલિશાએ તને શું કહ્યું?” તેણે જવાબ આપ્યો, “તમારા સાજા થવાની જાણ એલિશાએ મને કરી છે.”