2 Kings 9:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યિઝ્રએલના બુરજ પર ચોકીદાર ઊભો હતો, તેણે ઘણે દૂરથી યેહૂની ટોળીને આવતી જોઈને કહ્યું, "હું માણસોના ટોળાને આવતું જોઉં છું." યોરામે કહ્યું, "એક ઘોડેસવારને તેઓને મળવા મોકલ. અને તે પૂછે છે કે, 'શું તમને સલાહશાંતિ છે?'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યિઝએલમાં ચોકીના બુરજ પર ફરજ બજાવતા સંરક્ષકે યેહૂ અને તેના માણસોને આવતા જોયા. તેણે બૂમ પાડી, “હું કેટલાક માણસોને સવારી કરી આવતા જોઉં છું.” યોરામે જવાબ આપ્યો, “એક ઘોડેસ્વાર મોકલીને તપાસ કરાવો કે તેઓ સુલેહશાંતિથી આવે છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે એક પહેરેગીર યિઝ્એલના બુરજ પર ઊભો હતો, ને તેણે યેહૂની ટોળીને આવતી જોઈને કહ્યું, “મારા જોવામાં તો એક ટોળી આવે છે.” યોરામે કહ્યું, “એક સવાર લઈને તેમની સામે મોકલ, તને તે એવું પૂછે છે કે શું સલાહશાંતિ છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યિઝએલના બૂરજ પરના ચોકીદારે યેહૂને તેના લશ્કર સાથે આવતો જોઈને બૂમ પાડી, “મારા જોવાંમાં એક ટૂકડી આવતી દેખાય છે.” ત્યારે યોરામે કહ્યું, “એક ઘોડેસવારને મોકલીને પૂછાવો કે તેઓ શાંતિ માટે આવે છે કે કેમ?”