2 Kings 9:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, "રાજા એમ પૂછે છે કે: 'શું તમને સલાહશાંતિ છે?'" માટે યેહૂએ કહ્યું, "તારે શાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ." ત્યારે ચોકીદારે રાજાને કહ્યું કે, "સંદેશાવાહક તેઓને મળવા ગયો તો ખરો, પણ તે પાછો આવ્યો નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઘોડેસ્વારે યેહૂ પાસે જઈને તેને પૂછયું, “રાજા પૂછાવે છે કે તમે સુલેહશાંતિથી આવો છો?” યેહૂએ જવાબ આપ્યો, “તારે સુલેહશાંતિનું શું કામ છે? તું મારી પાછળ જોડાઈ જા.” ચોકીના બુરજ પરના સંરક્ષકે જણાવ્યું કે સંદેશક ટુકડી પાસે પહોંચી ગયો છે. પણ પાછો ફરતો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આથી એક ઘોડેસવાર યેહૂની સામે ગયો, ને તેણે કહ્યું, “રાજા એમ પૂછાવે છે કે, શું સલાહશાંતિ છે?” યેહૂએ કહ્યું, “તારે સલાહશાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ.” પછી પહેરેગીરે ખબર આપી, “સંદેશિયો તેમની પાસે પહોંચ્યો તો ખરો, પણ તે પાછો આવતો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, “રાજા પૂછે છે કે, ‘તમે શાંતિ માટે આવ્યા છો કે નહિ?’” યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે?” આવો, મને અનુસરો ચોકીદારે રાજાને ખબર આપી કે, “આપણો માણસ ત્યાં જઈને તેમને મળ્યો છે, પણ તે પાછો ફર્યો નથી.”