2 Kings 9:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી આ તેલની શીશીનું તેલ તેના માથા પર રેડજે. અને કહેજે કે, "યહોવાહ એવું કહે છે કે, મેં તને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.' પછી દરવાજો ખોલીને તરત નાસી આવજે; વિલંબ કરીશ નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેના માથા પર આ ઓલિવ તેલ રેડીને તેને કહેજે કે, “પ્રભુ આમ જાહેર કરે છે: ‘હું તારો અભિષેક કરીને તને ઇઝરાયલનો રાજા જાહેર કરું છું.’ પછી ત્યાંથી બનતી ત્વરાએ નીકળી જજે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેલની સીસી લઈને તેના માથા પર રેડજે, ને કહેજે, ’યહોવા એમ કહે છે કે, મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.’ પછી બારણું ઉઘાડીને નાસી આવજે, વિલંબ કરીશ નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી આ તેલની કુપ્પીમાંથી તેના માથા પર તેલ રેડજે અને કહેજે કે, ‘આ યહોવાનાં વચન છે, હું તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.’ પછી બારણાં ઉઘાડીને જીવ લઈને ભાગી જજે.”