2 Peter 3:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને આપણા પ્રભુનું ધૈર્ય ઉદ્ધાર છે એમ માનો; આપણા વહાલાં ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ વિષે લખ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આપણા પ્રભુની ધીરજને ઉદ્ધારની તક માનો. આપણા પ્રિય ભાઈ પાઉલે પણ તેને મળેલા ઈશ્વરના જ્ઞાનનો ઉપયોગ કરીને એવું જ લખ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આપણા પ્રભુનું ધૈર્ય તારણ છે એમ માનો. આપણા વહાલા ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ જ પ્રમાણે લખ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાદ રાખો કે આપણો પ્રભુ ધીરજવાન હોવાથી આપણું તારણ થયું છે. આપણા વહાલા ભાઈ પાઉલે પણ દેવે તેને આપેલી બુદ્ધીથી તમને આ જ બાબત લખી હતી.