2 Samuel 1:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓ માર્યા ગયા છે તેઓના લોહી, બળવાનોનાં શરીરની ચરબીથી યોનાથાનનું તીર પાછું પડતું ન હતું શાઉલની તરવાર ઘા કર્યા વગર પાછી પડતી ન હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પુષ્ટ યોદ્ધાઓને વીંધવામાં યોનાથાનનું તીર પાછું પડતું નહિ; દુશ્મનોનું લોહી રેડવાને શાઉલની તરવારનો ઘા ખાલી જતો નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માર્યા જનારાઓનું લોહી [વહેવડાવવાથી], બળવાનોનો મેદ [વીંઘવાથી] યોનાથાનનું ધનુષ્ય પાછું પડતું નહિ. અને શાઉલની તરવાર ખાલી ખાલી ફરતી નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોનાથાનના ધનુષે તેના ભાગના દુશ્મનોને માંર્યા અને તેઓનુ લોહી રેડાયું! તેવી જ રીતે શાઉલની તરવાર એક સાચ્ચા યોદ્વાની તરવાર જેવી હતી જે માંર્યા વિના કદી પાછી ફરી નહોતી.