2 Samuel 1:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે મને કહ્યું કે, 'કૃપા કરી મારી પડખે ઊભો રહીને મને પૂરેપૂરો મારી નાખ, કેમ કે મને ભારે પીડા થાય છે અને હજી સુધી મારામાં જીવ છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેમણે કહ્યું, ‘અહીં મારી પાસે આવીને મને મારી નાખ. હું ખૂબ ગંભીર રીતે ઘવાયો છું અને મરવાની અણી પર છું.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેમણે મને કહ્યું, ‘કૃપા કરીને મારી પડખે ઊભો રહીને મને મારી નાખ, કેમ કે મને ભારે વેદના થાય છે; કેમ કે હજી મારા ખોળિયામાં જીવ છે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે મને વિનંતી કરી અને કહ્યું ‘તું આવ અને મને માંરી નાખ, કારણ કે હું ખરાબ રીતે ઘવાયેલો છું અને ગમે તેમ મરવાનો જ છું.’