2 Samuel 11:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે નગરના માણસો બહાર આવીને યોઆબના સૈન્ય સાથે લડ્યા, ત્યારે દાઉદના સૈનિકોમાંથી કેટલાક મરણ પામ્યા અને ત્યાં ઉરિયા હિત્તી પણ માર્યો ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શત્રુનું સૈન્ય શહેરમાંથી નીકળી આવ્યું અને તેણે યોઆબના સૈન્ય પર આક્રમણ કર્યું. દાવિદના કેટલાક સૈનિકો અને ઉરિયા માર્યા ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નગરના માણસો બહાર નીકળીને યોઆબની સાથે લડ્યા; અને લોકોમાંથી એટલે દાઉદના સૈનિકોમાંથી કેટલાક પડ્યા ઉરિયા હિત્તી પણ માર્યો ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શહેરમાંથી શત્રુઓએ ધસી આવીને યોઆબ ઉપર હુમલો કર્યો અને દાઉદના કેટલાક અમલદારો માંર્યા ગયા. હિત્તી ઊરિયા પણ માંર્યો ગયો.