2 Samuel 11:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદે સંદેશાવાહકને કહ્યું કે, "યોઆબને આમ કહેજે કે, 'એથી તું દુઃખી ન થતો, કેમ કે તલવાર તો જેમ એકનો તેમ જ બીજાનો પણ નાશ કરે છે. તું નગર વિરુદ્ધ સખત યુદ્ધ કરીને, તેનો પરાજય કરજે.' અને તું યોઆબને હિંમત આપજે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે સંદેશકને કહ્યું, “યોઆબને પ્રોત્સાહન આપજે અને તેને કહેજે કે નાસીપાસ ન થાય. કારણ, લડાઈમાં કોણ મરી જશે એ કોઈ કહી શકે નહિ. તેને વધારે જબ્બર હુમલો કરીને શહેરને કબજે કરવાનું કહેજે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે દાઉદે સંદેશાવાહકને કહ્યું, “તું યોઆબને એમ કહેજે કે, એથી તું દુ:ખી ન થતો, કેમ કે તરવાર તો જેમ એકને તેમ બીજાને કાપી નાખે જ; નગર વિરુદ્ધ વધારે સખત યુદ્ધ મચાવીને તેનો પરાજય કર; અને તું તેને હિમ્મત આપજે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે સંદેશવાહકને કહું, “યોઆબને હિંમત આપજે, અને કહેજે કે, ‘તે નિરાશ થાય નહિ, તરવાર આડી અવળી એક વ્યકિતને તથા તેની પછીનાને પણ માંરી શકે. નગર પર જોરદાર આક્રમણ કરીને તેનો કબજો મેળવો!’”