2 Samuel 11:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે સંદેશાવાહકો મોકલીને તેને તેડી મંગાવી; તે તેની પાસે આવી અને તે તેની સાથે સૂઈ ગયો (તે પોતાની માસિક અશુદ્ધતામાંથી શુદ્ધ થઈ હતી). પછી તે પોતાને ઘરે પાછી ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે તેને લઈ આવવા માણસો મોકલ્યા. તેઓ તેને દાવિદ પાસે લાવ્યા અને તેણે તેની સાથે સમાગમ કર્યો. (માસિક આવ્યા પછીની શુદ્ધિકરણની વિધિ તેણે ત્યારે જ પૂરી કરી હતી.) પછી તે ઘેર ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે માણસ મોકલીને તેને પકડી મંગાવી; તે તેની પાસે મહેલમાં આવી, ને તે તેની સાથે સૂઈ ગયો. (કેમ કે તે પોતાના માસિક ધર્મમાંથી [નાહીધોઈને] શુદ્ધ થઈ હતી.) પછી તે પોતાને ઘેર પાછી ગઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દાઉદે તેને લઈ આવવા માંણસો મોકલ્યા, અને તે આવી એટલે દાઉદ તેની સાથે સૂઇ ગયો તે સ્ત્રીએ માંસિક ધર્મ પછીની શુદ્ધિકરણની વિધિ તે જ દિવસે પૂરી કરી હતી, પછી તે પોતાને ઘેર પાછી ફરી.