2 Samuel 11:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઉરિયાને કહ્યું કે, "તારે ઘરે જા અને વિશ્રામ કર." તેથી ઉરિયા રાજાના મહેલમાંથી ગયો અને તેના ગયા પછી રાજા તરફથી ઉરિયાને માટે ભેટ મોકલવામાં આવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે ઉરિયાને કહ્યું, “ઘેર જઈને થોડો સમય આરામ કર.” ઉરિયા ત્યાંથી ગયો અને દાવિદે તેને ઘેર ભેટ મોકલી આપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી દાઉદે ઉરિયાને કહ્યું, “તારા ઘેર જઈને તારા પગ ધો.” ઉરિયા રાજાને ઘેરથી વિદાય થયો, ને રાજા તરફથી તેની પાછળ કંઈ જમણ મોકલવામાં આવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પછી તેને કહ્યું, “તારે ઘેર જઈને આરામ કર.” ઊરિયા મહેલમાંથી ચાલ્યો ગયો અને દાઉદે ઊરિયાને ઘેર ભેટ મોકલી.