2 Samuel 12:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વર કહે છે કે, 'જો, હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ આફત ઊભી કરીશ. તારી પોતાની નજર આગળથી હું તારી પત્નીઓને લઈને તારા પડોશીને આપીશ. દિવસે પણ તે તારી પત્નીઓની આબરુ લેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, પ્રભુ કહે છે, “તારા પોતાના કુટુંબમાંથી જ તારી સામે વિદ્રોહ થશે. તને ય જાણ પડે એ રીતે હું તારી પત્નીઓ લઈને બીજા માણસોને આપીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા એમ કહે છે, ‘જો, હું તારા ઘરમાંથી જ તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ, હું તારી નજર આગળ તારી પત્નીઓને લઈને તે તારા પડોશીને આપીશ, ને આ સૂર્યના દેખતાં તે તારી પત્નીઓની આબરૂ લેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેથી યહોવા કહે છે, ‘હું તારા પર મુશ્કેલીઓ લાવીશ. પોતાના જ કુટુંબીજનો તારા પર આફત લાવશે. હું તારી પત્નીઓને લઈને તારા દેખતાં બીજા માંણસોને આપી દઈશ. અને ધોળે દિવસે જાહેરમાં તેઓ તેની સાથે સૂશે જેથી દરેક જણ જોઇ શકે.