2 Samuel 12:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જયારે દાઉદે જોયું કે તેના દાસો ભેગા મળીને એકબીજાના કાનમાં વાતો કરે છે, ત્યારે દાઉદને લાગ્યું કે બાળક મરી ગયું છે. તેણે તેઓને પૂછ્યું કે, "શું બાળક મરી ગયું છે?" તેઓએ જવાબ આપ્યો કે, "હા તે મરી ગયું છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ તેમને એકબીજા સાથે ગુસપુસ કરતા જોઇને સમજી ગયો કે બાળક મૃત્યુ પામ્યું છે. તેથી તેણે તેમને પૂછયું, “બાળક મરી ગયું?” તેમણે જવાબ આપ્યો, “હા, મરી ગયું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ દાઉદે જોયું કે, ‘મારા ચાકરો એકબીજાના કાનમાં વાત કરે છે, ’ ત્યારે દાઉદ સમજ્યો કે બાળક મરી ગયું છે, અને દાઉદે પોતાના ચાકરોને પૂછ્યું, “શું બાળક મરી ગયું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદનું ધ્યાન ગયું કે તેના સેવકો એકબીજાના કાનમાં વાતો કરતા હતા, એટલે તે સમજી ગયો કે બાળક મરી ગયું છે. તેથી તેણે પૂછયું, “બાળક મરી ગયુ?” અને તેઓએ કહ્યું, “હા, એ મરી ગયું છે.”