2 Samuel 12:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદ જમીન પરથી ઊઠ્યો. અને સ્નાન કરીને પોતાને અંગે અત્તર લગાવ્યું, પોતાનાં વસ્ત્રો બદલ્યાં. ઈશ્વરના મંડપમાં જઈને તેણે ભજન કર્યું, પછી તે પોતાના મહેલમાં પાછો આવ્યો. તેણે ભોજન માગ્યું ત્યારે તેઓએ તેને ભોજન પીરસ્યું અને તે જમ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે જમીન પરથી ઊઠીને સ્નાન કર્યું, શરીરે અત્તર ચોળ્યું અને પોતાનાં વસ્ત્ર બદલ્યાં. પછી તેણે પ્રભુના ઘરમાં જઇને ભક્તિ કરી. તેણે મહેલમાં પાછા ફરીને ભોજન માગ્યું અને તેમણે પીરસ્યું એટલે તરત તે જમ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે દાઉદ જમીન પરથી ઊઠ્યો, ને સ્નાન કરીને તેણે પોતાને અંગે અત્તર ચોળ્યું, ને પોતાનાં વસ્‍ત્ર બદલ્યાં; અને યહોવાના ઘરમાં જઈને તેણે ભજન કર્યું પછી તે પોતાને ઘેર પાછો આવ્યો. પછી તેણે માગ્યું, ત્યારે તેઓએ તેની આગળ અન્‍ન પીરસ્‍યું, ને તેણે ખાધું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દાઉદ ભૂમિ પરથી ઊઠયો, સ્નાન કર્યુ; શરીર પર અત્તર લગાડયું અને નવાં વસ્ત્રો પરિધાન કર્યા, પછી તેણે યહોવાના મંદિરમાં જઈને ભજન કર્યું. પછી તેણે ઘેર જઈને ખાવાનું માંગ્યું અને પીરસ્યું તેટલું ખાધું.